Saturday, May 9, 2026
HomeGujaratટંકારામાં પશુ પર ઘાતકી હુમલો કરવાના ગુન્હામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી મોરબી...

ટંકારામાં પશુ પર ઘાતકી હુમલો કરવાના ગુન્હામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી મોરબી SOGના હાથે ઝડપાયો

ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પશુ ક્રૂરતા સંબંધિત ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી આખરે મોરબી એસ.ઓ.જી. ટીમના હાથે ઝડપાયો છે. આરોપીની ધરપકડ બાદ તેને આગળની કાર્યવાહી માટે ટંકારા પોલીસને સોંપવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, રાજકોટ રેન્જ આઈ.જી. તથા મોરબી જિલ્લા એસ.પી. દ્વારા જિલ્લામાં ફરાર અને પકડવા બાકી આરોપીઓને શોધી કાઢવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને મોરબી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા વિવિધ આરોપીઓ અંગે વોચ અને બાતમીના આધારે કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. દરમિયાન એસ.ઓ.જી. ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટંકારા પોલીસ સ્ટેશનના બી-પાર્ટ ગુનો રજીસ્ટર નં. 0551/2023 માં વોન્ટેડ આરોપી ઇકબાલ ઉર્ફે નભીયાન કલામભાઈ નોડેને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકીપણાની કલમ 11(1)(A), (D), (F), (H), (K) હેઠળ ગુનો નોંધાયેલ હતો અને તે છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હતો. આરોપીને ઝડપી લઈ ટંકારા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે, અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!