Sunday, May 5, 2024
HomeGujaratમોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો:વાંકાનેર બાઉન્ટ્રી ખાતેથી આઇશરમાં લઇ જવાતા દારૂ બિયર...

મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો:વાંકાનેર બાઉન્ટ્રી ખાતેથી આઇશરમાં લઇ જવાતા દારૂ બિયર સહિત ૨૪ લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ને ઝડપી લેવાયો

મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાંકાનેર બાઉંન્ટ્રી ડ્રાઇવર વિજય હોટેલ પાસે રોડ પરથી આઇસર ગાડીમાં સંતાડેલ વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડયો છે. તેની પાસેથી આઇસર, મોબાઇલ રોકડ રકમ સહિત કુલ ૨૪,૦૨,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને મળેલી ખાનગી બાતમીના આધારે અમદાવાદ તરફથી એક આઇસર નંબર GJ -૧૫-AX-૦૧૯૪ વાળું દારૂ બિયર સાથે રાજકોટ તરફ જઈ રહ્યું છે. જે બાતમીના વાંકાનેર બાઉંન્ટ્રી ડ્રાઇવર વિજય હોટેલ રોડ પર વોચ ગોઠવી આઇસર માંથી ઇંગ્લિશ દારૂ બિયરનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ સાથે સુભાષસીંગ કેદારસીંગ રાજપૂતની અટકાયત કરી છે. જેની પાસેથી વ્હાઈટ મિસચીફ અલ્ટ્રા પુર વોટકા ૬૦૦ બોટલ નંગ બોટલ કિંમત રૂ. ૧૦,૦૦૦, મેઝિક મુમેન્ટ ઓરેન્જ ફ્લેવર વોટકા ૬૭૨ બોટલ નંગ કિંમત રૂ. ૨,૩૫,૨૦૦, ઈમ્પીરિયલ બ્લુ ગ્રીન વ્હિસ્કી ૮૪૦ બોટલ નંગ કિંમત રૂ. ૨,૫૨,૦૦૦, રોયલ સ્ટગ બેરલ સિલેક્ટ વ્હિસ્કી ૪૩૨ બોટલ નંગ કિંમત રૂ. ૧,૭૨,૮૦૦, બ્લેન્ડર પ્રાઈડ રેર પ્રીમિયમ વ્હિસ્કી ૪૮ બોટલ નંગ કિંમત રૂ. ૪૦,૮૦૦, જોની વોકર બ્લોન્ડે બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કી ૧૨ બોટલ નંગ કિંમત રૂ. ૨૪,૦૦૦, કિંગફિશર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયર ૨૭૬૦ ટીન નંગ કિંમત રૂ. ૨,૭૬,૦૦૦, ટયુબર્ગ સ્ટ્રોંગ પ્રીમિયમ બિયર ૧૦૮૦ બિયર ટીન કિંમત રૂ. ૧,૦૮,૦૦૦, હાઈવર્ડ ૫૦૦૦ સુપર સ્ટ્રોંગ બિયર ૭૨૦ બિયર ટીન કિંમત રૂ. ૭૨,૦૦૦, આઇશર ગાડી નં. GJ-૧૫-AX-૦૧૯૪ કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦, એન્ડ્રોઇડ મોબાઇલ કિંમત રૂ. ૫,૦૦૦ અને રોકડ રૂ. ૬૫૦૦ મળી કુલ ૨૪,૦૨,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી વાંકાનેર તાલુકા પોલીસે સ્ટેશન ખાતે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે….

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!