મોરબીમાં મચ્છુ-૨ ડેમ હાલ રીપેરીંગ અર્થે ખાલી કરવામાં આવ્યો છે ત્યારે મોરબી નગર પાલિકા દ્વારા મચ્છુ ડેમ-૨ આધારિત પાણી વિતરણ વ્યવસ્થામાં અનિયમિતતા રહે તેવી સંભાવના રહેશે ત્યારે થોડા સમય માટે લોકોને સાથ સહકાર આપવા પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.
મોરબી નગર પાલિકા ચીફ ઓફિસરની પ્રેસ યાદીમાં જણાવ્યા અનુસાર મોરબી શહેરને પાણી પુરુ પાડતા મચ્છુ-ર ડેમ હાલે રીપેરીંગ કામ અર્થે ખાલી કરવામાં આવેલ હોવાથી હાલે શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા અનિયમિત રહેવાની સંભાવના છે જેથી નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે પાણીનો બગાડ ન થાય અને શક્ય તેટલો પાણીનો દુરઉપયોગ ન થાય તે રીતે પાણીનો ઉપયોગ કરવા મોરબી નગરપાલિકા હદ વિસ્તારમાં રહેતા તમામ નાગરિકોને જાણ કરવામાં આવે છે.
મોરબી નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણી વિતરણ સમયમાં પણ ધટાડો કરવામાં આવશે અને પાણીનો ટાઇમ પણ થોડા સમય માટે અનિયમિત રહેશે. જેથી લોકોએ આ બાબતો ધ્યાને લેવા વિનંતી છે. મોરબી નગરપાલિકા દ્વારા ઉનાળાની સ્થિતિને ધ્યાને લઈ લોકોને શક્ય ત્યાં સુધી પાણી માટે કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે રીતે હાલ વ્યવસ્થાના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. હાલ પાણી વિતરણ વ્યવવસ્થા સૌની યોજના આધારિત હોવાથી થોડી અનિયમિતા રહેવાની શક્યતા હોય લોકોને સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે તેમ યાદીમાં જણાવાયું છે.