મોરબી પાલિકા દ્વારા ગાંધીબાગ નજીક મુકાયેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખંડિત થયા અંગેનો મોરબી મીરરમાં અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર દોડતું થયું હતું. જેને લઈને તંત્ર દ્વારા ઘડી ભરનો પણ વિલંબ કર્યા વગર તાબડતોબ પ્રતિમાનો ખંડિત થયેલ ભાગ રીપેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગાંધીજીની પ્રતિમા ખંડિત થવા પાછળનું કારણ હજુ પણ અકબંધ રહ્યું છે.