મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમારે જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે વેક્સીનેશન અભિયાનમાં મોરબી પાલિકાના હદ વિસ્તારમાં વોર્ડ વાઈઝ ચૂંટાયેલા નગરસેવકોને સાથે રાખી વેક્સીનેશન શાંતિપૂર્ણ થાય તેની જવાબદારી આપવી જોઈએ ચૂંટાયેલા નગરસેવકો પોતાના વોર્ડમાં દરેક સોસાયટી આગેવાનો સાથે સંપર્કમાં હોય છે અને વોર્ડમાં પોતાના કાર્યકર્તાનો સંપર્ક હોય જેથી કાર્યકર્તાની ટીમ હમેશા કાર્યરત હોય છે જેથી દરેક લોકોના સંપર્ક કરી શકે છે નગરસેવકો અને કાર્યકરો બધાને વેક્સીનેશન માટે મોટીવેટ કરી શકે અને માઈક્રો પ્લાન થઇ શકે જેથી નગરસેવક અને કાર્યકર્તાને પ્રજાની સેવા કરવાની જવાબદારી સોપવામાં આવે તેવી માંગ કરી છે.


                                    






