મોરબી નવલખી રોડના રોકડિયા હનુમાન મંદિર નજીક કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગત તા. 11 ના રોજ સાંજે સાતેક વાગ્યાના સુમારે મારુતિ સ્વીફ્ટ કારના રજી.નંબર GJ08 R 2311 નાં ચાલકે આડેધડ કાર ચલાવી રોકડીયા હનુમાન મંદિર નજીક સ્પ્લેન્ડર મો.સા.ન. GJ36 AA 8116 લઈને જતા ઓમદેવસિંહ સાવજુભા ગોહિલ (ઉ.વ. ૨૬ ધંધો મજુરીકામ રહે. ખાખરાળા ગામ તા-જી મોરબી)ને સામેથી ઠોકર મારી હતી આ અકસ્માતમાં જમીન પર પટકાતા ઓમદેવસિંહને માથામાં તથા કપાળમાં તેમજ બંને હાથ નાં પંજામાં ઈજા પહોંચી હતી તથા અકસ્માતમાં જમણા પગનો અંગુઠો કપાઈ જતા તેમજ ડાબા હાથની આંગળી માં ફેકચર સહિતની ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ કાર ચાલક નાશી છૂટતા ઓમદેવસિંહે મોરબી તાલુકા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.