વિવિધ વિકાસલક્ષી એજન્ડા ઉપરાંત કમિટીઓની રચના કરવામાં આવશે
આગામી તા. ૨૧ને શુક્રવારનાં રોજ બપોરે ૧૨ કલાકે જીલ્લા પંચાયત મોરબીના સભાખંડ ખાતે ખાસ સામાન્ય સભા યોજાશે જેમાં વિવિધ કમિટીની રચના કરવામાં આવશે ઉપરાંત જીલ્લા કક્ષાએ વિવિધતા સમિતિની રચના કરાશે. જીલ્લા પંચાયતના સ્વભંડોળ ગ્રાન્ટમાંથી છેલ્લા ચાર વર્ષમાં જે કામોને વહીવટી મંજુરી અપાયેલ છે અને ગ્રાન્ટ તાલુકા વિકાસ અધિકારીને ફાળવેલ છે તે કામોને વર્ષ ૨૦૨૧-૨૨ માં કામ કરવાની મુદત વધારાને બહાલી આપવા સહિતના એજન્ડાઓને બહાલી આપવામાં આવશે જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષ સ્થાને મળનારી આ ખાસ સામાન્ય સભામાં ૨૯ એજન્ડાઓ મુકવામાં આવ્યા છે જે અંગે ચર્ચા બાદ બહાલી આપવામાં આવશે.