Thursday, March 28, 2024
HomeGujaratમોરબી : નવલખીરોડ કુબેરનગરનાં નાલા પાસેથી રિક્ષામાં વિદેશી દારૂની બોટલો સાથે એક...

મોરબી : નવલખીરોડ કુબેરનગરનાં નાલા પાસેથી રિક્ષામાં વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

પોલીસે વિદેશી દારૂની બોટલો નંગ ૧૯ કિંમત ૫૭૦૦/- તથા રિક્ષા મળી કુલ રૂ. ૭૫,૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો

- Advertisement -
- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ગત તા. ૧૪ના રોજ મોરબીના નવલખી રોડ કુબેરનગર રોડના નાલા પાસેથી વિદેશી દારૂ વેચાણ કરવાના ઇરાદે રિક્ષામાં હેરાફેરી કરતા આરોપી મિથુન ઉર્ફે હેમંત મોહનલાલ કોરી (ઉ.વ. ૨૬)ને સી.એન.જી રીક્ષા નં. જીજે-૩૬-યુ-૨૮૮૫ (કિં.રૂ.૭૦,૦૦૦/-) માં ભારતીય બનાવટના વિદેશી દારૂ મેજીક મોમેન્ટસ ઓરેન્જ ફ્લેવર્ડ વોડકાની ૭૫૦એમએલની બોટલો નંગ ૧૯ (કિં.રૂ. ૫૭૦૦/-) સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂ તથા રીક્ષા મળી કુલ રૂ. ૭૫,૭૦૦/-નો મુદામાલ કબ્જે કર્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!