પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ પર ગોકુલનગરમાં રહેતા ભરતભાઈ ધરમશીભાઈ જાંબુકિયા(ઉ.વ.૨૮) એ આરોપી મહિન્દ્રા જીતો ગાડી નં. જીજે-૦૧-એચટી-૪૬૫૦ નાં ચાલક સુનીલભાઈ પ્રભુભાઈ ચૌહાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૧ જુનનાં રોજ આરોપી સુનીલભાઈએ પોતાના હવાલા વાળી મહિન્દ્રા જીતો ગાડી પુર ઝડપે ચલાવી મોરબી માળિયા હાઈવે પર નાગડાવાસ ગામના પાટિયા નજીક રોડની સાઈડમાં ઉભેલ ટ્રક કન્ટેનર નં. જીજે-૧૨-બીડબ્લ્યુ-૬૨૮૮ ના પાછળના ભાગે ભટકાડી દેતા ગાડીની બાજુમાં સીટમાં બેઠેલ ફરિયાદી ભરતભાઈને માથામાં, પગમાં અને હાથમાં ગંભીર ઈજા પહોચી હતી તો ગાડીના ઠાઠામાં બેઠેલ સોહનભાઈ સુનીલભાઈને ગંભીર ઈજા પહોચતા તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.