Sunday, July 12, 2026
HomeGujaratમોરબી: એકટીવામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો, બે સપ્લાયરના નામ ખુલ્યા

મોરબી: એકટીવામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો, બે સપ્લાયરના નામ ખુલ્યા

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે સિપાઈ શેરીમાંથી એકટીવામાં ૧૫૪ નંગ વિદેશી દારૂની બોટલોની હેરાફેરી કરતા એક ઇસમની અટક કરી છે. પકડાયેલ આરોપીની પૂછપરછમાં આ વિદેશી દારૂ અન્ય બે આરોપીઓ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે મોપેડ, વિદેશી દારૂ સહિત રૂ. ૬૯,૨૫૦/-નો મુદાનલ જપ્ત કરી ત્રણેય આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સીપાઈ શેરી વાણંદ સમાજની વાડી નજીક જાગૃતિ બ્યુટી પાર્લર સામે શંકાસ્પદ હાલતમાં પસાર થતા એકટીવા રજી. જીજે-૩૬-જે-૭૮૬૩ના ચાલકને રોકી તપાસ કરી હતી. તપાસ દરમિયાન એકટીવામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૮૦એમએલ.ની કુલ ૧૫૪ બોટલ કિ.રૂ.૧૯,૨૫૦/-મળી આવી હતી. આ સાથે આરોપી સીદીકભાઈ ઈસ્માઈલભાઈ ચાનીયા ૫૪ રહે. વાઘપરા શેરી નં.૧૨ મોરબી વાળાની અટક કરી હતી, જ્યારે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂ અકરમભાઈ મહેબુબભાઈ શાહમદાર મકરાણીવાસ મોરબી અને ઝુબેર ઉર્ફે બબુડો મહેબુબભાઈ માયક વાવડી રોડ જનકનગર મોરબી વાળા પાસેથી મેળવ્યાનું જણાવ્યું હતું. જેથી પોલીસે વિદેશી દારૂ તથા એકટીવા સહિત કુલ રૂ.૬૯,૨૫૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ હાજર નહિ મળી આવે અન્ય બે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!