આજરોજ મોરબી પાલિકા અને પોલીસ દ્વારા મોરબીનાં મચ્છીપીઠ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવ્યા છતાં દબાણ હટાવવામાં આવ્યું ન હોય આજરોજ પાલિકાએ દબાણ હટાવ્યું હતું. મચ્છીપીઠએ મોરબીનો સૌથી સેન્સેટિવ વિસ્તાર હોય પાલિકા દ્વારા પોલીસને સાથે રાખીને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. અને ગેરકાયદેસર ઓરડી અને દુકાનો તોડી પાડવામાં આવી હતી. પાલીકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે મચ્છી પીઠ વિસ્તારમાં દબાણ હટાવી રોડ પહોળો કરી નવો રોડ બનાવવામાં આવશે.