મોરબીના ચકચારી મુસ્તાક મીર હત્યા કેસના આરોપી હિતેન્દ્રસિંહ ઝાલાને ATS દ્વારા ધરપકડ કરાયા બાદ મોરબીમાં શનાળા તેના ઘરેથી જીવતા કારટ્સ મળવાના ગુન્હામાં પોલીસે આરોપીનો કબજો મેળવ્યો હતો બાદમાં રિમાન્ડ નામંજૂર થતા જામનગર જેલહવાલે કરવામાં આવેલ છે
મોરબીના શનાળા રોડ પર ફાયરીંગ કરીને કુખ્યાત આરોપી મુસ્તાક મીરની હત્યાના ગુન્હામાં મુખ્ય આરોપી હિતેન્દ્રસિંહ ઝાલા પેરોલ જંપ કરી ફરાર બાદ મોરબીમાં પ્રથમ વખત ગેંગવોરના ભણકારા સંભળાયા હતા બાદમાં મુસ્તાક મીરના ભાઈ આરીફ મીર પર જીવલેણ હુમલો કરાવ્યો હોવાનું પણ આરીફે કરેલી ફરીયાદમાં આક્ષેપ કર્યા છે જેમાં પણ હિતુભાનું નામ ખુલ્યું હતું જેમાં ફરી અમદાવાદ ખાતેથી ATS દ્વારા ધરપકડ કરાઈ હતી ફરી મોરબી લઇ આવતી વેળાએ ધ્રાંગધ્રા હોનેસ્ટ હોટેલ પાસે પોલીસ જાપ્તામાંથી આરોપી હિતુભા ઝાલા ફરાર થયા બાદ અને પોલીસે આરોપીના શકત શનાળા ગામે ઘરની જડતી લેતા ઘરમાંથી ૧૮ જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા જેના પગલે એ ડિવિઝન પોલીસે હિતુભાના બંને ભાઈ ધર્મેન્દ્રસિંહ અને સુરેન્દ્રસીહ વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ ધરપકડ કરી હતી જેમાં દરમિયાન હિતુભા ફરાર હોય જેને તાજેતરમાં વડોદરા ખાતેથી ATS ટીમે પકડી પાડ્યા હતા જો કે હિતેન્દ્રસિંહ ઝાલાનો આર્મ્સ એક્ટમાં મોરબી એ ડીવીઝન પોલીસે કબજો લઈને આજે કોર્ટમાં ૩ દિવસના રીમાન્ડની માંગણી સાથે રજુ કરતા કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા જેને પગલે આરોપી હિતેન્દ્રસિંહ ઝાલાને જામનગર જેલહવાલે કરતા પોલીસ જાપતા સાથે તેને જામનગર જેલમાં ધકલેવામાં આવ્યા છે