Tuesday, November 26, 2024
HomeGujaratઅલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા સાત ગુનેગારોને પાસા હેઠળ જેલ હવાલે કરતી મોરબી...

અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા સાત ગુનેગારોને પાસા હેઠળ જેલ હવાલે કરતી મોરબી પોલીસ

મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સૂચના મુજબ મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુનાઓ જેવા કે, મારામારી, દારૂનાં ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ જે.બી.પટેલએ કુલ સાત ગુનેગારોના પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમો ઘણા લાંબા સમયથી ગુનાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય આ ઇસમોની સત્વરે અટકાયત કરવા માટે એલસીબી પીઆઈ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડિવીઝન, ટંકારા, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરી ફિરોજ ઉર્ફે ફિરીયો હાસમભાઇ મેણું (રહે. રાજકોટ, દેવપરા, કોઠારીયા રોડ) , પ્રવિણા નાથાભાઇ ગાંગડીયા (રહે. રૂપાવટી તા. વાંકાનેર જી. મોરબી), ખીયારામ મંગારામ બેનીવાલ (રહે. લખવારા,જી.બાડમેર, રાજસ્થાન), સલીમ ઇકબાલભાઇ શેખ (રહે. ચંદ્રપુર તા. વાંકાનેર જી. મોરબી), રવિરાજસિંહ અમરસંગ ઝાલા (રહે મેઘપર (ઝાલા) તા. ટંકારા જી. મોરબી) , જયદિપ બાબભાઇ બસીયા (રહે. મિતાણા તા. ટંકારા જી. મોરબી), જાહીદ ઉર્ફે મિટર અલીભાઇ પલેજા (રહે.કાલીકા પ્લોટ, મોરબી) એમ કુલ સાત ગુનેગારને પાસા અધિનિયમ તળે પકડી પાડી લાજપોર (સુરત), મધ્યસ્થ જેલ અમદાવાદ,વડોદરા, રાજકોટ એમ અલગ અલગ જેલ હવાલે કરવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

આમ ઘણા લાંબા સમયથી મોરબી જીલ્લામાં ઉપરોકત ઇસમો ગેરકાયદેસર રીતે પ્રતિબંધીત ઈંગ્લીશ દારૂનો જથ્થો પરપ્રાંત માંથી લાવી તેનું વેચાણ કરતા હોય તેમજ શરીર સબંધી મારામારીના ગુના આચરતા હોય જેઓને પાસા તળે પકડી અલગ અલગ જેલ હવાલે કરવામાં મોરબી પોલીસને સફળતા મળેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!