મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ એએસપી અતુલ બંસલ દ્વારા એક ટીમ બનાવી મોરબી જિલ્લામાં નોંધાયેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ ને ઝડપી લેવા માટે કામગીરી કરવા સુચના કરવામાં આવી છે જે કામગીરી દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ ટીમને ટેલનીકલ તથા હ્યુમન સોર્સીસના આધારે ચાર વર્ષ પહેલાં ના ટ્રક ચોરીના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીના સગડ મળ્યા હતા જેમાં આરોપીનુ લોકેશન મેળવતા તે અમદાવાદમાં હોવાનું જાણવા મળ્યું હતું બાદમાં મોરબી પોલીસની ટિમ દ્વારા લોકેશન ને આધારે અમદાવાદ જઈને આ ટ્રક ચોરીના ગુનાના નાસતા ફરતા આરોપી અજયભાઇ ઓમપ્રકાશ યાદવ ઉ.વ.૩૨ રહે- ડી.૫૩/૫૦૧, સ્વામીનારાયણ પાર્ક, હરી દર્શન ચોકડી, નવા નરોડા, અમદાવાદ વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં બી.આર.ખટાણા, પ્રદીપસિંહ ઝાલા, વી.કે.ચાવડા, શક્તિસિંહ જાડેજા, કલ્પેશભાઇ ગાંભવા, ભરતભાઇ આપાભાઇ, બ્રીજેશભાઇ બોરીચા, કિર્તિસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ રાંકજા, ચન્દ્રસિંહ પઢીયાર, રમેશભાઇ મિયાત્રા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.