પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે સોમવારે પેસેન્જરને રિક્ષામાં બેસાડી માલમતા સેરવી લેતી ગેંગ ઝડપાયા બાદ પોલીસે રીક્ષા ચાલકોને ચેક કરવાનું શરૂ કર્યું છે. આ ચેકીંગ દરમ્યાન જિલ્લામાંથી વિવિધ કલમો હેઠળ ટ્રાફિક નિયમનું અને કોરોના ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરતા રીક્ષા ચાલકો તથા બોલેરો ચાલકો પોલીસની ઝપટે ચડ્યા હતાં જેમાં મોરબી શહેર એ.ડીવી. પોલીસ સ્ટે. વિસ્તારનાં ગાંધી ચોકમાંથી પોલીસે 2 સીએનજી રીક્ષા તથા 1 કટલેરીની લારી ડિટેઇન કરી હતી. જ્યારે બી ડીવી. પો.સ્ટે. વિસ્તારનાં મહેન્દ્રનગર ખાતેથી 1 સીએનજી રીક્ષા તથા 1 બોલેરોને ટ્રાફિકનો નિયમભંગ કરતા ઝડપી પાડી વિવિધ કલમો હેઠળ કેસ કરી ઉક્ત વાહનો ડિટેઇન કરાયા હતા. વાંકાનેર સીટી પોલીસે જિનપરા જકાતનાકા પાસેથી 4 સીએનજી રીક્ષા વિવિધ કલમો હેઠળ કેસ કરી ડિટેઇન કરી હતી. જ્યારે માળીયા (મી.)ના ત્રણ રસ્તા પાસેથી 1 બોલેરો પિકઅપ ડિટેઇન કરી વાહન ચાલકો વિરુધ્ધ કેસ નોંધ્યો હતો.