Wednesday, December 4, 2024
HomeGujaratમોરબી : રિક્ષામાં બેસાડી છરીની અણીએ લૂંટ, ત્રણ ઈસમો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

મોરબી : રિક્ષામાં બેસાડી છરીની અણીએ લૂંટ, ત્રણ ઈસમો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ મોરબીના જેતપર રોડ પર પાવડીયારી નજીક આવેલ એપ્રીકોડ સીરામીક કારખાનામાં રહી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા યોગીભાઇ દયાલસિગ ચોહાણ (ઉ.વ.૧૯)એ આરોપીઓ સી.એન.જી રિક્ષા નં.જીજે-૩૬-યુ-૦૦૨૭ નાં ચાલક તથા બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૧૦ના રોજ રાતના સાડા આઠ પોણા નવેક વાગ્યા દરમ્યાન ધરમપુર પાટીયા સાદુળકા રોડ ઉપરથી ફરીયાદીને આરોપીઓએ પોતાની રિક્ષા નં. જીજે-૩૬-યુ-૦૦૨૭માં બેસાડી અવાવરૂ જગ્યાએ લઇ જઇ ફરીયાદીને છરી બતાવી પકડી રાખી મારવાની ધમકી આપી ફરીયાદીનું પાકીટ જેમાં રહેલ રોકડા રૂ. ૪,૮૫૦/- તથા બે મોબાઇલ ફોન જેમાં એપલ સીક્સ એસ પ્લસ મોબાઇલ કિં.રૂ. ૧૨,૦૦૦/- તથા રેડમી નાઇન મોબાઇલ કિં.રૂ. ૩,૫૦૦/- મળી કુલ કિં.રૂ. ૨૦,૩૫૦/- ની લુંટ ચલાવી નાસી છૂટ્યા હતા. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!