Saturday, December 28, 2024
HomeGujaratમોરબીમાં 11 બોટલ રક્તની તાત્કાલિક વ્યવસ્થા કરતું મોરબી સતવારા સમાજ બ્લડ ગ્રુપ

મોરબીમાં 11 બોટલ રક્તની તાત્કાલિક વ્યવસ્થા કરતું મોરબી સતવારા સમાજ બ્લડ ગ્રુપ

મોરબી સતવારા સમાજ બ્લડ ગ્રુપના અગ્રણીઓ તાત્કાલિક 11 બોટલ રક્તની વ્યવસ્થા કરી મહામૂલી માનવ જિંદગી બચાવવામા નિમિત્ત બન્યા હતા

- Advertisement -
- Advertisement -

મોરબી હોસ્પિટલમા સારવાર અર્થે આવેલા દર્દીઓને તાત્કાલિક 11 બોટલ રક્તની જરૂરીયાત ઉભી થઇ હતી જેને પગલે મોરબી સતવારા બ્લડ ગ્રુપના લખનભાઈ હડિયલને રક્ત અંગે જાણ કરવામાં આવી હતી. આથી સતવારા સમાજ માટે હંમેશા અગ્રેસર રહેતા મોરબી સતવારા બ્લડ ગ્રુપના સભ્યોએ તાત્કાલિક 11 બોટલ બ્લડની સંસ્કાર બ્લડ બેંક, મોરબી ખાતે વ્યવસ્થા કરી હતી. તાત્કાલિક રક્તની વ્યવસ્થા બદલ દર્દીના પરીવારજનો દ્વારા સતવારા સમાજ ‌બ્લડ‌ ગ્રુપ નો આભાર માનવામાં આવ્યો હતો.

બીજી તરફ મોરબી સતવારા બ્લડ ગ્રુપના લખન ભાઈ હડિયલએ જણાવ્યું હતું કે સતવારા સમાજના લોકોને કોઈ પણ સમયે મોરબીમા બ્લડ ની જરૂરીયાત ઉભી થયા તો 9099358468 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. આ ઉપરાંત સતવારા સમાજના લોકોને આ સેવા કાર્યમાં જોડાવા માટે તેમનુ નામ, બ્લડ ગ્રુપ સહિત ની વિગત 9099358468 પર વ્હોટસએપ કરવા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!