Tuesday, June 16, 2026
HomeGujaratમોરબી: ટીંબડી પાટિયા નજીક કારખાનામાં તસ્કરોનો હાથફેરો, ૩૫૦ કિલો કોપર-એલ્યુમિનિયમ વાયર ચોરી

મોરબી: ટીંબડી પાટિયા નજીક કારખાનામાં તસ્કરોનો હાથફેરો, ૩૫૦ કિલો કોપર-એલ્યુમિનિયમ વાયર ચોરી

મોડી રાત્રે દિવાલ ટપીને કારખાનામાં ઘૂસેલા ચાર અજાણ્યા શખ્સો રૂ.૧.૭૫ લાખનો માલસામાનની ચોરી કરી ફરાર.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ટીંબડી પાટિયા નજીક આવેલા એક કારખાનામાંથી અજાણ્યા ચાર શખ્સોએ ૩૫૦ કિલો કોપર અને એલ્યુમિનિયમ કોટિંગવાળા વાયરની ચોરી કરી લઈ ગયા અંગે કારખાનાના ભાગીદાર દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, હાલ પોલીસે ચાર અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના રવાપર રોડ અક્ષરધામ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૦૯ મૂળ બરવાળાના વતની યશભાઈ ત્રિભુવનભાઈ સનાવડાએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, પીપળી ગામના સર્વે નં.૩૫ અને ૩૬ ખાતે ટીંબડી પાટિયા નજીક આવેલા તેમના ભાગીદારીના કારખાનામાંથી ચોરીની ઘટના બની હતી. જેમાં ગત તા.૩ જૂનની મોડી રાત્રે અંદાજે ૨૫થી ૩૦ વર્ષની ઉંમરના ચાર અજાણ્યા શખ્સોએ કારખાનાની દિવાલ ટપીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ગોડાઉનના ખુલ્લા દરવાજા મારફતે અંદર ઘૂસી મશીનરીમાં ઉપયોગમાં લેવાતા કોપર તથા એલ્યુમિનિયમ ફાઇબર કોટિંગવાળા ૩૫૦ કિલો કેબલ વાયર કિ.રૂ.૧,૭૫,૦૦૦/- ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી ફૂટેજમાં રેકોર્ડ થઈ ગઈ હોય જેને આધારે ખાનગી તપાસ કરવામાં આવી હતી, પરંતુ અજાણ્યા ચોરોના કોઈ સગડ ન મળતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ પોલીસે અજાણ્યા ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!