Thursday, April 25, 2024
HomeGujaratહળવદ પોલીસ મથકના દારૂના ગુનામાં ફરાર આરોપીને પકડી પાડતી મોરબી એસઓજી

હળવદ પોલીસ મથકના દારૂના ગુનામાં ફરાર આરોપીને પકડી પાડતી મોરબી એસઓજી

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા પ્રોહી ગુન્હામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા ઝુંબેસ ચાલુ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનનાં ગુન્હામા નાસતા ફરતા આરોપીને મોરબી એસ.ઓ.જી. ની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પડ્યાના માર્ગ દર્શન હેઠળ નાસતા ફરતા આરોપી ને ઝડપી પાડવા એસ.ઓ.જી.ની ટીમ કાર્યરત હોય તે દરમ્યાન એસઓજી ટીમને બાતમી મળેલ કે, હળવદ પોલીસ મથકના દારૂ ન ગુનામાં ફરાર આરોપી રોહીતભાઇ ભાણજીભાઇ માકાસણા (રહે. ચરાડવા તા. હળવદ જી.મોરબી) હાલમા તેના મામા બેચરભાઇ કેશાભાઇ પટેલ (રહે. લાલપર વિશાલદીપ સોસાયટી તા.જી.મોરબી)ના ધરે આવ્યો છે. જે બાતમીના આધારે લાલપર વિશાલદીપ સોસાયટી ખાતે આવેલ આરોપીના મામાના ઘરે તપાસ કરતા ઉપરોક્ત આરોપી મળી આવતા ગત તા.૦૬/૦૨/૨૦૨૩ ના રોજ સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ. મુજબ હસ્તગત કરી હળવદ પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા સોંપી આપવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!