મોરબીમાં પથિક એપ્લીકેશનમાં શ્રમિકો તથા મોરબીની મુલાકાત લેતા મુસાફરોની નોંધણી માટેનું જાહેરનામું જિલ્લા અધિક કલેક્ટર દ્વારા અમલી કરવામાં આવ્યું છે. ત્યારે જાહેરનામાનો ભંગ કરનાર મોરબીની એક હોટલ/ગેસ્ટહાઉસ સંચાલક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરી છે.
મોરબી એસ.ઓ.જી. પોલીસના જણાવ્યા અનુસાર, મોરબી જિલ્લમાં મોટા પ્રમાણમાં ટાઇલ્સ ઉદ્યોગના એકમો આવેલ હોય તેમજ ઘડીયાળના મોટા ઉદ્યોગ આવેલ હોય તેમજ લઘુ ઔધોગીક પણ મોરબી શહેર મોખરે છે. તથા મોરબી જિલ્લો ઉદ્યોગીક વિકાસની દ્રષ્ટિએ ખુબ જ મહત્વ ધરાવતો હોય જેથી દેશ-વિદેશોમાંથી મોટા પ્રમાણમાં વેપારીઓ/ટુરીસ્ટો ખરીદી કરવા માટે આવતા હોય જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે મોરબી જિલ્લામાં આવેલ તમામ હોટલો ગેસ્ટહાઉસ ખાતે પ્રાંત રાજ્ય દેશવિદેશીથી આવતા તમામ મુસાફરોની વિગત પથિક એપ્લીકેશનમાં હોટલના માલિક/સંચાલકે અવશ્ય એન્ટ્રી કરી અપલોડ કરવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પથિક એપ્લીકેશન અંગેનુ જાહેરનામુ અમલમાં હોય જે અન્વયે ટીમવર્કથી હોટલ ચેકીંગ કરતા કનૈયા હોટલ એન્ડ ગેસ્ટ હાઉસના મેનેજરે પથિક એપ્લીકેશનમાં એન્ટ્રી નહી કરી જાહેરનામાનો ભંગ કરતા મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. તેમજ જાહેરનામાની અમલવારી હજુ કડક રીતે કરવામાં આવશે. જેથી આ બાબતે પથિક એપ્લીકેશનનો મોરબી જિલ્લામાં આવેલ તમામ હોટલ/ગેસ્ટહાઉસ સંચાલકોએ ફરજીયાત પણે એન્ટ્રી કરવાની રહેશે. તેમજ મોરબી એસ.ઓ.જી. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.