યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની સ્થિતિને લઈને યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલ ભારતીય અને ગુજરાતના વિધાર્થીઓની સ્થિતિ અત્યંત કફોડી બની છે ત્યારે બે દિવસ યુક્રેનની રોમાંનિયા બોર્ડર પર ફસાયેલ મોરબીના એક વિધાર્થી સહિતના અનેક વ્યક્તિ મુશ્કેલીમાં મુકાયા છે. જ્યા બે દિવસથી ભોજન ન મળ્યું હોવાથી મોરબી રહેતા વિદ્યાર્થીના પરિવારજનો માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.
યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલ મોરબીના વિધાર્થી કુલદીપ દવે છેલા બે દિવસથી રોમાનિયા બોર્ડર પર અટવાયો છે. બોર્ડર ઉપર કોઈ પણ પ્રકારની સુવિધા ન હોઉં અને જમવાનું પણ ન મળતું હોવાની કુલદીપ દવેના પરિવારને જાણ થતા મોરબીમાં રહેતો કુલદીપ દવેનો પરિવાર ચિંતામાં ગરકાવ થયો છે તેઓએ સરકાર પાસે મદદની અપીલ કરી વહેલી તકે વતન લઇ આવવાની વ્યવસ્થા ગોઠવવા માંગ કરી છે.