Thursday, April 18, 2024
HomeGujaratમોરબીના ત્રાજપર નજીક જુગાર રમતી ત્રણ મહિલા સહિત ચાર અને નોટ નંબરીનો...

મોરબીના ત્રાજપર નજીક જુગાર રમતી ત્રણ મહિલા સહિત ચાર અને નોટ નંબરીનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

મોરબીના ત્રાજપર નજીક જુગાર રમતી ત્રણ મહિલા સહિત ચાર શખ્સો ઉપરાંત નોટ નંબરીનો જુગાર અંગેના બે દરોડામાં ચાર શખ્સોને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી આદરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીના ત્રાજપર ઓરીએન્ટલ બેંકવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતી ત્રણ મહિલા સહિત ચાર શખ્સોને પોલીસે ઝડપી લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે રેઇડ પાડી જુગાર રમતા જીતેન્દ્રભાઇ ઘોઘાભાઇ બાબરીયા, મુકતાબેન મનસુખભાઇ સનુર, રીન્કુબેન દિપકભાઇ સનુરા અને મંજુબેન દિનેશભાઇ સનુરાને રોકડા રૂ.૧,૧૭૦ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા આરીફભાઇ મુસ્તાકભાઇ બ્લોચ (ઉ.વ.૪૨ રહે.મોરબી મકરાણીવાસ બ્રાહમણની ભોજનશાળા પાસે) અને મુનવરભાઇ અનવરભાઇ મીનીવાડીયા (ઉ.વ.૩૯ રહે.નવાડેલા રોડ ઘાંચશેરી મોરબી)ને મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

વધુમાં મોરબીના અયોધ્યાપુરી રોડ પર આવેલ આસ્વાદ પાન જાહેરમાં નોટોના નંબર ઉપર નોટ નંબરીનો જુગાર રમી રમતા તૌફીકભાઇ કરીમભાઇ ખોખર અને દિલીપભાઇ કાનજીભાઇ ઉભડીયાને પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!