Thursday, December 26, 2024
HomeGujaratમોરબી : પીપળીયા ગામ પાસેના કારખાનામાં કામ કરતા ન હોવાથી કાઢી મુકતા...

મોરબી : પીપળીયા ગામ પાસેના કારખાનામાં કામ કરતા ન હોવાથી કાઢી મુકતા મજૂરોનો સુપરવાઇઝર પર છરી વડે હુમલો

મારમારીના આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લુટાવદર ગામેં પ્લોટ વિસ્તારમાં આવેલ બહુચરનગર સોસાયટીમાં રહેતા અને પીપળીયા ગામની સીમ પીપળીયા ચાર રસ્તેથી આમરણ તરફ જતા રોડ ઉપર આવેલ સ્પ્લેનોરા ટેક્સ્ચર્સ એલ.એલ.પી કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા રવીકુમાર મહેશભાઈ ઝાલરીયા (ઉ.વ-૩૧)એ તેમના જ કારખાનામાં કામ કરતા અમિતભાઈ, નવઘણભાઈ તથા એક અજાણીયો ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, પીપળીયા ગામની સીમ પીપળીયા ચાર રસ્તેથી આમરણ તરફ જતા રોડ ઉપર આવેલ સ્પ્લેનોરા ટેક્સ્ચર્સ એલ.એલ.પી કંપનીના સુપરવાઈઝર તરીકે ફરિયાદીએ મજૂર અમિતભાઈ, નવઘણભાઈને કંપની તરફથી બનતા કામ અંગે કંપનીનુ કામ કરવા કહ્યું હતું. પણ આ બન્ને મજૂરોને કામ ન કરવુ હોય જેથી આ બાબતની જાણ ફરીયાદીએ કંપનીના શેઠ વાસુદેવભાઈને કરતા ફરીયાદીના શેઠ વાસુદેવભાઈએ કામ કરતા ન હોય. જેથી, બન્ને મજૂરોને નોકરીમાથી કાઢી મુકયા હતા. આ બાબતનો ખાર રાખી ફરીયાદી ગત તા. 26ના રોજ કંપનીની ગાડીનો વજન કાંટો કરાવી પરત આવતા ત્યારે ત્રણેય આરોપીઓએ રોકીને તેમના ઉપર છરીથી હુમલો કર્યો હતો.આથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદમાં સુપરવાઈઝરએ આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!