Saturday, August 8, 2026
HomeGujaratમોરબી તાલુકા પોલીસની કાર્યવાહી: પાંચ-છ માસથી ફરાર બે પ્રોહિબીશનના આરોપી ઝડપાયા

મોરબી તાલુકા પોલીસની કાર્યવાહી: પાંચ-છ માસથી ફરાર બે પ્રોહિબીશનના આરોપી ઝડપાયા

અલગ-અલગ દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીઓને ઘુંટુ રોડ અને રવીરાજ ચોકડી પરથી ઝડપી લેવાયા.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરેલી ખાસ ડ્રાઇવ અંતર્ગત પ્રોહિબીશનના બે અલગ-અલગ ગુનામાં છેલ્લા પાંચથી છ માસથી ફરાર બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇનના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા બાતમીદારો દ્વારા મળેલ બાતમીને આધારે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

આ દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબીશન એક્ટ મુજબના ગુનામાં છેલ્લા છ માસથી ફરાર ભરતભાઈ ઉર્ફે લાલો કાંતીભાઈ ઠાકોર રહે. વાહેદપુર અમરાપુર ગામ તા.સમી જી.પાટણ વાળાને મળેલ બાતમીને આધારે ઘુંટુ રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

જ્યારે બીજી કાર્યવાહી દરમિયાન નોંધાયેલ ગુણ રજી.નં. ૫૪૬/૨૦૨૬ના પ્રોહિબીશન એક્ટ મુજબના ગુનામાં છેલ્લા પાંચ માસથી ફરાર ઇમરાનભાઈ કાસમભાઈ તરાયા રહે. જસાપર વાંઢ સિકારપુર તા.ભચાઉ જી.કચ્છ વાળાને રવીરાજ ચોકડી બ્રિજ નીચેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ મોરબી તાલુકા પોલીસે બન્ને આરોપીઓની કાયદેસરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!