Saturday, August 15, 2026
HomeGujaratગેસ કટિંગના ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપીને રાજસ્થાનથી દબોચી લેતી મોરબી તાલુકા...

ગેસ કટિંગના ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપીને રાજસ્થાનથી દબોચી લેતી મોરબી તાલુકા પોલીસ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગેસ કટિંગ સહિતના મિલકત સંબંધી ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપી ભગીરથ મેઘારામ બિશ્નોઈને મોરબી તાલુકા પોલીસે રાજસ્થાનના સાંચોર રેસ્ટ એરિયામાંથી ઝડપી લઈ હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો મુજબ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વર્ષ ૨૦૨૫માં ગેસ કટિંગના ગુનામાં આરોપી ભગીરથ મેઘારામ બિશ્નોઈ ઉવ.૩૫ રહે.બાગલી તા. ચિતલવાના થાણા જાબ જી.જાલોર રાજસ્થાન વાળો છેલ્લા દોઢેક વર્ષથી નાસતો ફરતો હતો. ત્યારે મોરબી પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથક પીઆઇની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ વર્ક તથા ખાનગી બાતમીના આધારે આરોપીનું લોકેશન મેળવ્યું હતું.

જે બાદ મોરબી તાલુકા પોલીસ ટીમે રાજસ્થાન રાજ્યના સાંચોર રેસ્ટ એરિયા ખાતેથી આરોપી ભગીરથ બિશ્નોઈને ઝડપી પાડી હસ્તગત કર્યો હતો. આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવી ગુનાની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!