મોરબી તાલુકા પોલીસે ત્રણ અલગ અલગ જુગારના દરોડામાં પીપળી તથા સાપર ગામે ચાર શખ્સો તીનપત્તીનો જુગાર રમતા જયારે ટીંબડી ગામમાં નોટ નંબરનો જુગાર રમતા બે મળી કુલ છ શખ્સોને ઝડપી લઇ કુલ રોકડા રૂ.૧,૯૨૦/- જપ્ત કર્યા હતા.
પ્રથમ દરોડામાં પીપળી ગામની સીમમાં સ્ટારકો સીરામીક સામે શક્તિ પાન પાછળ આવેલ ખરાબાની જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા વિશાલભાઇ નવઘણભાઇ ડાભી ઉવ-૨૭ રહે-કુલીનગર-૧ વીસીપરા મોરબી-૦૨ તથા દિપકભાઇ અશોકભાઇ વાળા ઉવ-૩૧ રહે-વિસિપરા કુલીનગર-૦૧ મોરબી-૦૨ને રોકડ રૂ.૭૪૦/- સાથે ઝડપી લઇ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે બીજા દરોડામાં મોરબી તાલુકાના સપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે આવેલ કોમ્પ્લેક્સ પાછળ જાહેર પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા આરીફભાઇ ઇબ્રાહીમભાઇ શાહમદાર ઉવ-૨૧ રહે.લીલાપર રોડ સરકારી આવાસ ક્વાટર નં-B-21 તા.જી.મોરબી, મકબુલભાઇ રજાકભાઇ ચાનીયા ઉવ-૨૪ રહે. લીલાપર રોડ સરકારી આવાસ ક્વાટર નં-B-24 તા.જી.મોરબીને જુગારના પટ્ટમાંથી રોકડ રૂ.૬૭૦/- સાથે અટકાયત કરી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા દરોડામાં ટીંબડી ગામના પાટીયા પાસે બસ સ્ટોપ પાછળ આવેલ બંધ દુકાન બહાર ચલણી નોટના નંબરનો નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા જીગ્નેશભાઇ રાજુભાઇ ચેોહાણ ઉવ-૨૭ રહે.વીશીપરા હનુમાનજી ના મંદીર પાસે મોરબી-૨, હુશેનશા મામદશા શાહમદાર ઉવ-૪૧ રહે-વીશીપરા કુલીનગર-૧ મોરબી-૨ને જુદા-જુદા દરની ચલણી નોટના રોકડા રૂ.૫૧૦/-સાથે પકડી લેવામાં આવી બંને વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.