Sunday, January 12, 2025
HomeGujaratમોરબીમાં કારમાં ભરી દારૂ ઘુસાડવાના પ્રયાસને નિષ્ફળ કરતી મોરબી તાલુકા પોલીસ

મોરબીમાં કારમાં ભરી દારૂ ઘુસાડવાના પ્રયાસને નિષ્ફળ કરતી મોરબી તાલુકા પોલીસ

મોરબીમાં દારૂની શેરીએ ગલીએ વેચાણ થઇ રહ્યું છે. જેના પર પોલીસ દ્વારા પણ સઘન તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતાં અમુક બુટલેગરો એન-કેન પ્રકારે મોરબીમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા જ હોય છે. જેમને પણ પોલીસ દ્વારા બાતમીના આધારે પકડી પાડવામાં આવે છે. ત્યારે ગઈ કાલે મોરબી તાલુકા પોલીસ દ્વારા કારમાં લવાતો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના રંગપર ગામની સીમ એ.બી.સી.સીરામીક સામે રોડ ઉપર ગત રોજ મોરબી તાલુકા પોલીસની ટીમ ચેકિંગમાં હતી. ત્યારે તેઓએ રૂ.૧,૦૦,૦૦૦/-ની કિંમતની મારૂતી સુઝુકી કંપનીની GJ-13-CA-3619 નંબરની અલ્ટો કારને રોકી તેમાં સવાર વિપુલભાઇ સોમાભાઇ લોદરીયા (રહે.હાલ ત્રાજપર વિજયભાઇ પાટડીયાના મકાનમાં તા.જી.મોરબી મુળ રહે.ગોપાલગઢ તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર)ની પૂછપરછ કરી શંકાસ્પદ જણાતા ગાડીની ચકાસણી કરતા તેની પાસેથી વેંચાણ કરવાના ઇરાદેથી રાખેલ ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.૦૧ કલેકશન વ્હીસ્કીની કાચની કંપની શીલપેક ૨૬ બોટલનો રૂ. ૯૭૫૦/-નો મુદ્દામાલ મળી આવતા પોલીસ દ્વારા કુલ રૂ.૧,૦૯,૭૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!