મોરબીના ખૂણે ખાંચરે દારૂ જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે. જેના પર અનેક વખત પોલીસ, ક્રાઇમ બ્રાંચ, સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી), લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી) રેડ કરીને કાર્યવાહી કરતી હોય છે. ત્યારે ગઈકાલે મોરબી તાલુકા પોલીસની ટીમે ગઈકાલે ટીંબડી ગામની સીમમાંથી ૬ જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ટીંબડી ગામની સીમ, સુપ્રિમ પેપરમીલ કારખાના પાસે અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી અજીતકુમાર સંતોષકુમાર રાજપુત (રહે. હાલ-સુપ્રિમ પેપરમીલ, ટીંબડી ગામની સીમ, તા.જી.મોરબી, મુળ રહે. બોરવાપુર, તા.તીર્વા, જી.કનૌજ, ઉત્તરપ્રદેશ), હરીશચંદ્ર શ્રીધનીરામ રાજપુત (રહે. હાલ-સુપ્રિમ પેપરમીલ, ટીંબડી ગામની સીમ, તા.જી.મોરબી, મુળ રહે. જોધપુરા, તા.જી.ઇટાવા, ઉત્તરપ્રદેશ), ભુપેન્દ્રકુમાર પ્રતાપસિંગ રાજપુત (રહે. હાલ-સુપ્રિમ પેપરમીલ, ટીંબડી ગામની સીમ, તા.જી.મોરબી, મુળ રહે. મોહદીપુર, તા.અજીતમલ, જી.ઇટાવા, ઉત્તરપ્રદેશ), અંકિતકુમાર મોહનસિંગ રાજપુત (રહે. હાલ-સુપ્રિમ પેપરમીલ, ટીંબડી ગામની સીમ, તા.જી.મોરબી, મુળ રહે. જોધપુરા, તા.જી.ઇટાવા, ઉત્તરપ્રદેશ), અવધેશકુમાર અચ્છેલાલ રાજપુત (રહે. હાલ-સુપ્રિમ પેપરમીલ, ટીંબડી ગામની સીમ, તા.જી.મોરબી, મુળ રહે. માલાપ્રતાપપુર, તા.અકબરપુર, જી.કાનપુર, ઉત્તરપ્રદેશ) તથા પ્રાણસુ મહેશચંદ્ર રાજપુત (રહે. હાલ-સુપ્રિમ પેપરમીલ, ટીંબડી ગામની સીમ, તા.જી.મોરબી, મુળ રહે. બિંધુના, તા.અજીતમલ, જી.ઓરૈયા, ઉત્તરપ્રદેશ) નામના શખ્સોને જુગાર રમતા પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૪,૩૭૧/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









