પરપ્રાંતીય સહિત ગુજરાતના તમામ શ્રમિકો અને કામદારોની નોંધણી કરાશે: આધારકાર્ડ, ફોટો સહિતના જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવા અપીલ.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તમામ ઔદ્યોગિક એકમો, કારખાનાં, ફેક્ટરીઓ અને નાના-મોટા ધંધાકીય યુનિટમાં કામ કરતા શ્રમિકો અને કામદારોની નોંધણી માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તા. ૧૭/૧૧/૨૦૨૬થી તા. ૨૧/૧૧/૨૦૨૬ દરમિયાન નોંધણી કેમ્પ યોજવામાં આવશે. જેમાં પરપ્રાંતીય તેમજ ગુજરાતના તમામ શ્રમિકો અને કામદારોની નોંધણી કરવામાં આવશે. આ માટે કામદારોને આધારકાર્ડની ઓરિજિનલ અને ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝના બે ફોટા, મોબાઇલ નંબર, મૂળ વતનના સરનામાનો પુરાવો, હાલના રહેઠાણનું સરનામું તેમજ જે કારખાના કે યુનિટમાં કામ કરતા હોય તેનું નામ અને માલિકનો મોબાઇલ નંબર સાથે રાખવાનો રહેશે. આ સાથે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા સંબંધિત ઔદ્યોગિક એકમો, કારખાનાના સંચાલકો અને કામદારોને આ નોંધણી પ્રક્રિયામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.






