બનાવની મળતી વિગતો અનુસાર મોરબીના ફ્લોરા હોમ્સમાં રહેતા અને ટ્રક ટ્રાન્સપોર્ટનો ધંધા સાથે સંકળાયેલા હિમાંશુભાઈ કેશુભાઈ સુવારીયા (ઉ.વ.૩૬) એ આરોપી વનરાજભાઈ આહીર શ્રી ક્રિષ્ના ટ્રાન્સપોર્ટવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૩૦નાં રોજ ફરિયાદી હિમાંશુભાઇને આરોપી વનરાજભાઇ સાથે ટીંબડીનાં પાટીયા પાસે ટ્રક ટ્રાન્સપોર્ટની ઓફીસની સીડી પાસે ટ્રક ટ્રાન્સપોર્ટની હડતાલ બાબતે બોલાચાલી થતા આરોપી વનરાજભાઈએ ફરિયાદી હિમાંશુભાઈને ગાળો આપતા ફરિયાદીએ ગાળો આપવાની નાં પડતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને તેની કારમાંથી છરી કાઢી ફરિયાદીને મારવા જતા તેને ડાબા હાથની હથેળીમાં તથા ડાબા હાથની બીજી આંગળીમાં તથા જમણા હાથના અંગુઠામાં તથા પહેલી આંગળીમાં તેમજ છાતીના ભાગે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.