મળતી માહિતી મુજબ ગઈકાલે તા. ૧૬ના રોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે શનાળા રોડ પર ત્રણ માળીયા કવાર્ટરમાં અનિરૂધ્ધસિંહ ભુપેન્દ્રસિંહ પરમારના રહેણાંક મકાનમાં દરોડો કરી ત્યાંથી આરોપીઓ અનિરૂધ્ધસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર(ઉ.વ.૨૫) અને પંકજભાઇ હસમુખભાઇ કારીયા(ઉ.વ.૨૫) વાળાને વેચાણ કરવાનાં ઈરાદે રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની મેકડોવેલ્સ નં. ૧ સુપીરીયર વ્હીસ્કીની બોટલો નંગ ૨૦ તથા રોયલ ચેલેન્જ ક્લાસિક પ્રીમિયર વ્હીસ્કીની બોટલો નંગ ૦૭ મળી કુલ બોટલો નંગ ૨૭ (કિં.રૂ.૮૧૦૦/-)નાં મુદામાલ સાથે ઝડપી પાડી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









