પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૧નાં રોજ મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન સેન્ટ મેરી સ્કુલ પાસે આવેલ અમૃત પાર્કના નાકા પાસે જાહેરમાં વર્લી ફીચરના આંકડાઓ લખી જુગાર રમી રમાડતા આરોપી જુમાભાઈ સુલેમાનભાઈ સુમરા(ઉં.વ.૪૮) અને દિનેશભાઈ પ્રેમજીભાઈ મૂછડીયા(ઉં.વ.૫૨)ને રોકડ રકમ રૂ.૧૦,૫૭૦/- અને મોબાઈલ નંગ ૦૩ કિં.રૂ.૧૫૦૦/- એમ કુલ મળી કિં.રૂ.૧૨,૦૭૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.