Saturday, May 9, 2026
HomeGujaratમોરબી: ઉછીના રૂપિયા આપવાની ના પાડતા કાકા-ભત્રીજા પર છરીથી હુમલો

મોરબી: ઉછીના રૂપિયા આપવાની ના પાડતા કાકા-ભત્રીજા પર છરીથી હુમલો

કાકાને ખંભામાં અને ભત્રીજાને ગળા સહિત શરીરના ભાગે ગંભીર ઇજા, આરોપી ધમકી આપી ફરાર.

- Advertisement -
- Advertisement -

મોરબીના વાવડી રોડ વિસ્તારમાં ઉછીના રૂપિયા આપવાની ના પાડતા એક શખ્સે કાકા અને ભત્રીજા પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં કાકાને સામાન્ય જ્યારે ભત્રીજાને ગળા સહિત શરીરના વિવિધ ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબી અને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના મહેન્દ્રપરા શેરી નં. ૧૨ ખાતે રહેતા યુસુફશા કરીમશા શાહમદાર ઉવ.૫૩એ આરોપી આફતાબ ઉર્ફે ભુરો જુસબભાઈ જુણેજા રહે. લાતીપ્લોટ શેરી નં.૧૪ મોરબી વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, ફરિયાદી તા. ૦૭/૦૫ના રોજ રાત્રિના સમયે તેઓ અને તેમનો ભત્રીજો જાવીદ વાવડી રોડ પર કપિલા હનુમાન પાસે બેઠા હતા. તે દરમિયાન અગાઉ જાવીદ સાથે કેટરિંગમાં કામ કરતો આરોપી આફતાબ ઉર્ફે ભુરો ત્યાં આવ્યો હતો. ત્યારે આરોપીએ ફરિયાદી પાસે રૂ.૨૦૦ ઉછીના માંગતા ફરિયાદીએ ના પાડતા એકદમ ઉશ્કેરાઈ આરોપીએ છરી કાઢી યુસુફશાને ખભા અને ડાબા હાથની કોણી પાસે ઇજા પહોચાડી હતી. આ દરમિયાન કાકાને બચાવવા વચ્ચે પડેલા ભત્રીજા જાવીદને પણ આરોપીએ છરી વડે ગળા, જમણા હાથના પંજા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી, આરોપી જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી નાસી ગયો હતો. બાદમાં ઇજાગ્રસ્તોને મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ સીટી એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરવા તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!