મોરબી સહિત સમગ્ર ગુજરાતના vce ઓ પડતર માંગણીઓને લઈને ગત તારીખ ૧૧ મે થી હડતાળ પર ઉતર્યા છે ત્યારે મોરબી જીલાના vce ની આ હડતાળને અલગ અલગ ગ્રામ પંચાયતો દ્વારા રાજયપાલ ને પત્ર લખીને સમર્થન આપવામાં આવ્યું છે જયારે મોરબી જિલ્લા ન તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે.
જેમાં આ હડતાળ ને એક અઠવાડિયા જેટલો સમય વીતી જવા છતાં સરકારના પેટનું પાણી હલતું નથી ને ગ્રામજનો ના કામો અટકી ગયા છે ને દિન પ્રતિદિન તેઓના પ્રશ્નો વધી રહ્યા છે ને હવે સરપંચો ને તલાટી ઓ પણ vce ના સમર્થન માં આવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા vse ના રાજ્ય મંડળ સાથે મંત્રણા કરીને vce ની માંગણીઓ નો યોગ્ય નિકાલ કરવામાં આવે એવું મોરબી જિલ્લા vce મંડળ ના પ્રમુખ બીપીનભાઈ ઘોડાસરા દ્વારા જણાવ્યું હતું.