Monday, May 20, 2024
HomeGujaratમોરબી : ત્રીજા માળેથી પડી જતા શ્રમિકનું મોત

મોરબી : ત્રીજા માળેથી પડી જતા શ્રમિકનું મોત

મોરબી: મોરબીના બેલા (રંગપર) ગામની સીમ ઇવોના સીમરામીકમાં ત્રીજા માળેથી નીચે પડી જતા શ્રમિકનું સારવાર દરમિયાન મોત થયું હતું.જેમાં સીરામીક કારખાનામાં માટીનો સાયલો ચેક કરતી વખતે ત્રીજા માળેથી પડી જતા આ ઘટના બનેલ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પો.સ્ટે.માંથી પ્રાપ્ત વિગતો અનુસાર રાહુલ રતીરામ બલાઇ ઉવ-૨૧ ધંધો-મજુરી રહેવાસી-ઇવોના સીમરામીક મજુરની રૂમમાં બેલા (રંગપર) ગામની સીમ તાલુકો જીલ્લો મોરબી મુળ રહેવાસી-સુજલપુર ગામ તાલુકો શાહજહાંપુર જીલ્લો રાજગઢ મધ્યપ્રદેશ વાળો ગઇ તા.૧૩ના રોજ રાત્રીના સાડા વાગ્યાના અરસામાં ઇવોના સીરામીકમાં ત્રીજા માળે માટીના સાયલામાં ચેક કરવા જતા ત્રીજા માળેથી પડી જતા શરીરે ગંભીર ઇજા થતા પ્રથમ સારવાર મોરબી સમર્પણ હોસ્પીટલમાં લઇ જતા વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી દવાખાને લઇ જતા ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!