Saturday, January 11, 2025
HomeGujaratમોરબીના બ્રેઇન્ડેડ વૃદ્ધના અંગદાનથી ત્રણ પીડિત દર્દીઓને મળ્યું નવજીવન

મોરબીના બ્રેઇન્ડેડ વૃદ્ધના અંગદાનથી ત્રણ પીડિત દર્દીઓને મળ્યું નવજીવન

મોરબીના સેવાભાવી વૃદ્ધ કાંતિભાઈ ગરાળાનું અકસ્માત મોત નિપજતા તેના પરિવારજનોએ બે કિડની અને એક લીવરથી ત્રણ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને દાન કરી નવજીવન આપ્યું છે.આ આવકારદાયક નિર્ણયને લોકોએ વધાવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં રહેતા કાન્તિભાઇ ગરાળા સાયકલ લઈ ઘરે જઇ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં કુતરું આવી જતા રસ્તા પર ઢળી પડ્યા હતા આ અકસ્માતમાં તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થતા સરવાર અર્થે મોરબી ની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં વધુ સારવારની જરૂર જણાંતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ૧૦મી માર્ચના રોજ રીફર કરાયા હતા. જ્યા આઇ.સી.યુ.માં શિફ્ટ કરાયા હતા આ દરમિયાન પરિવારજનો હોસ્પિટલના વેઇટીંગ એરીયામાં બેઠા હતા. એકાએક પરિવારજનોની નજર સિવિલ હોસ્પિટલના વેઇટીંગ એરીયામાં ભીંત પર અંગદાન વિશે લગાવેલા પોસ્ટર ઉપર પડી હતી અને અંગો થકી ૯ જરૂરિયાતમંદોને નવજીવન આપી શકાય છે.તે અંગેની માહિતી મળતા તેઓએ તબીબો દ્વારા કાન્તિભાઇના બ્રેઇનડેડ થવાના સમાચાર મળતા પરિવારજનોએ સામે ચાલીને અંગદાન અંગેની ઇચ્છા વ્યક્ત કરી હતી જેને લઈને સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ૧૨ મી માર્ચે બ્રેઇનડેડ કાન્તિભાઇના અંગદાન માટેના જરૂરી ટેસ્ટ કરાવ્યા બાદ અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ૬ કલાકના અથાગ પરિશ્રમ બાદ બે કિડની અને એક લીવરનું દાન કરવામાં આવ્યું હતું.

સેવાભાવી કાંતિભાઈએ સ્વને ભૂલીને સમસ્તિ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું અને બ્રેઇનડેડ થયા બાદ મરણોપરાંત પણ તેઓ ત્રણ જરૂરિયાતમંદ પીડિતવ્યક્તિઓને નવજીવન આપ્યુ હતું. આ તકે સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડ઼ૉ. રાકેશ જોષીએ સિવિલ હોસ્પિટલ અને રાજ્યની અંગદાન માટે SOTTO ની ટીમ દ્વારા આદરેલા અંગદાનના મહાયજ્ઞમાં સમાજના દરેક વર્ગને જોડાવવા અનુરોધ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!