મોરબીના વૃદ્ધને ફસાવી સ્ત્રી સાથે ફોટા પડાવી લીધા બાદ સમાજમાં આબરૂ ઉઘાડી કરવાનો ડર બતાવી બે મહિલા સહિત છ ઇસમોની ટોળકીએ વૃદ્ધનું કારમાં અપહરણ કરી આવવરૂ જગ્યાએ લઇ ગયા હતા જ્યા એક કરોડ રૂપિયાની માંગણી કર્યા બાદ 22 લાખ રૂપિયા ખંખેરી લીધાની ફરિયાદ નોંધાઈ છે.
આ કેસની વિગત એવી છે કે મોરબીના રવાપર રોડ પર કિંગ પેલેસમાં રહેતા રામજીભાઇ હરીભાઇ પરેચા નામના વર્ષીય ૬૮ વૃદ્ધએ મોરબી સીટી બી ડીવીઝન પોલિસ મથકમાં આરોપી દિલીપભાઇ કાંતિલાલ મિસ્ત્રી (રહે મહેન્દ્રનગર), અંકિતભાઇ ઉર્ફે ગટુ દિનેશભાઇ નાગલા રહે. ગોંડલ, પ્રશાંત ઉર્ફે લાલો પ્રવિણભાઇ બારોટ રહે. મોરબી, અનિલ ઉર્ફે દેવો વિનુભાઇ રાવળ રહે. ચોટીલા અને ગીતાબેન ઉર્ફે રીન્કુબેન અંકિત નાગલા રહે. ગોંડલ તથા ઉષાબેન પટેલ સહિતનાઓએ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે આરોપી ગીતા બેન અને ઉષાબેન બન્ને ફલેટ વેચાણ રાખવા સારૂ ટોકનના પૈસા આપવા તેની પાસે ગયા હતા. આ વેળાએ વાતચિત કરતા હતાં ત્યાં આરોપી પ્રશાંત ઉર્ફે લાલો અને અનિલ ઉર્ફે દેવો આવી ચડ્યા હતા અને અહી શુ કરો છો તેમ કહી ઉષાબેને રામજીભાઇ કાઠલો પકડી લેતા અન્ય આરોપીએ સ્ત્રી નજીકના ફોટા પાડી લીધા હતા.
પ્રશાંત ઉર્ફે લાલોએ ખોપરી ફાડી નાખવાની ગર્ભીત ધમકી આપી ડરાવીને ગાડીની ચાવીમાં ચડાવી અપહરણ કરી વાંકાનેર બાજુ અવાવરૂ જગ્યાએ લઇ ગયા હતા અને ત્યાં ફોટા વાયરલ કરી સમાજમાં બદનામ કરી દેવાનો ડાટી મારી હતી. ત્યારબાદ રૂ. એક કરોડની રકમ માંગી હતી અને જો પૈસા નહી આપો તો ગાડીમાં જીવતા સળગાવી દેવાની પણ ધમકી આપી હતી.ઉપરાંત દિલીપભાઇ અને અંકિતભાઇ વાત પતાવી રૂ. ૨૨,૦૦,૦૦૦ બળઝબરીથી કઢાવી લીધા હતા.આ ફરિયાદને પગલે પોલીસે તમામ ટોળકી વિરુદ્ધ કલમ-૩૬૪એ, ૩૮૬, ૩૮૭, ૩૨૩, ૫૦૬(૨), ૧૨૦બી, ૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.