મોરબી જીઆઇડીસી પાછળ ચંદ્રનગર મા રહેતો નીરજ મહેન્દ્રભાઈ કૂંડાળીયા ઉમર ૨૫ અને તેનો ભાઈ ઉપેન મહેન્દ્રભાઈ કૂંડાળીયા નામના બને પટેલ બંધુઓ ગઈકાલે પોતાની કાર નંબર જીજે ૩૬ એઈ ૩૮૩૪ માં બેસીને જતા હતા ત્યારે હળવદ માળીયા હાઈવે પર રણજીત ગઢ ના પાટીયા થી હળવદ તરફના રસ્તે પહોંચતા કારચાલક નીરજ કુંડળીયા એ સ્ટેરીંગ પર કાબુ ગુમાવી દેતા કાર પલટી ખાઈ જતા તેનું ગંભીર ઈજા થતાં કરૂણ મોત નીપજ્યું હતું બનાવના પગલે હળવદ પોલીસ સ્ટેશન ને જાણ કરવામાં આવતા એ.એસ.આઈ સી.એસ.કડવાતર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયા હતા મોરબીના આશાસ્પદ યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થતા પટેલ પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો