પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા. ૩નાં રોજ મોરબીના જેતપર રોડ પર રંગપર ગામે ડમ્પરચાલકે હડફેટે લેતા રિક્ષાચાલક ને ઈજાઓ પહોંચી હતી તો રીક્ષામાં બેઠેલા પેસેન્જરનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. અકસ્માતનાં આ બનાવની મોરબીના ભડિયાદ કાંટા નજીક રહેતા મનોજભાઈ ગુણવતભાઈ ગુજરાતી (ઉ.વ.૨૩) એ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ડમ્પર જીજે-૧૩-ડબ્લ્યુ-૨૦૫૪ ના ચાલકે પોતાનું ડમ્પર પુર ઝડપે ચલાવી ફરિયાદી મનોજભાઈની રિક્ષા સાથે અકસ્માત સર્જ્યો હતો આથી રિક્ષાની પાછળ આવતી ફોર વ્હીલ નં. જીજે-૩૬-બી-૬૯૩૮ પણ અથડાઈ હતી. આ અકસ્માતમાં ડમ્પર રોડની સાઈડમાં ખાળિયામાં ઉતરી ગયું હતું. આ અકસ્માતમાં ફરિયાદી મનોજભાઈને માથામાં તથા દાઢીના ભાગે તથા જમણા પગમાં ઈજા કરી તેમજ રિક્ષામાં બેઠેલ પેસેન્જર શૈલેશભાઈ કાન્તિલાલ જીવાણી(ઉ.વ.૪૫)ના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ ડમ્પરચાલક ડમ્પર મૂકી નાશી ગયેલ હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.