મોરબી તાલુકાના ધરમપુર ગામના ભરવાડની રવીરાજ ચોકડી નજીક 14 નવેમ્બર 2018 માં બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરવામાં આડા સબન્ધ કારણ ભૂત હોવાનું બહાર આવ્યું : બે આરોપીઓના નામ ખુલતા પોલીસે રાજકોટના એક ઇસમની ધરપકડ કરી બીજા આરોપીની શોધખોળ હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમે તાલુકા વિસ્તારમાં રવીરાજ ચોકડી નજીક 14 નવેમ્બર 2018 ના રોજ થયેલી હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે જેમાં મોરબી તાલુકાના ધરમપુર ગામના ભાવેશ મંગા ભરવાડની 14/11/2018 ના રોજ બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેમાં તે સમયના મોરબી તાલુકા પીએસઆઇ એસ. એ.ગોહિલે અને એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર ટી વ્યાસે જુદી જુદી ટિમો બનાવી તપાસ આરંભી હતી પરંતુ કોઈ નક્કર કડી હાથ લાગી ન હતી જેમાં મોરબી એલસીબીએ આજે આ હત્યાના ગુનાનો ભેદ ઉકેલી બનાવ પરથી પડદો ઊંચકી નાખ્યો છે જેમાં એલસીબી ટીમને તપાસ દરમ્યાન આ હત્યા દિલાવર કરીમ ચાવડા રહે. મૂળ વાંકાનેર નામના ઇસમની પત્ની હસીના સાથે મૃતક ભાવેશ ભરવાડને આડા સબંધ હોવાથી આરોપીએ આડા સબંધ ન રાખવા જણાવ્યું હતું જે સમયે મૃતક ભાવેશે આરોપી દિલાવર ચાવડા સાથે મારપીટ કરી હતી બાદમાં આ વાત આરોપીની પત્ની સુધી ભાવેશે પહોંચાડતા દિલાવરની પત્ની હસીનાએ દિલાવરને છુટા છેડા આપી દીધા હતા જેનું મનદુઃખ રાખીને દિલાવર ચાવડાએ ભાવેશ ભરવાડનું ઢીમ ઢાળી દીધાનું નક્કી કર્યું હતું અને દિલાવર કરીમ ચાવડા ઉ.વ.35 ધંધો મજૂરી રહે. શક્તિપરાં વાંકાનેર હાલ રહે ગણેશપરા પારેવડીચોક રાજકોટ અને પવનકુમાર ભૈયા રહે.મૂળ યુપી હાલ.રહે. સીવીલ હોસ્પિટલ રાજકોટ વાળા એ મળી ભાવેશ ભરવાડની 14 નવેમ્બર2018ના મોડી રાત્રીના હત્યા નિપજાવી હતી આ મામલે આજે મોરબી એલસીબી પીઆઈ વી બી જાડેજા અને પીએસઆઇ એન બી ડાભીની ટીમે હત્યાના મુખ્ય આરોપી દિલાવર કરીમ ચાવડાની ધરપકડ કરી છે જયાંરે બીજો આરોપી પવનકુમાર ભૈયા ની શોધખોળ હાથ ધરી હોવાનું એસપી એસ.આર ઓડેદરાએ પ્રેસ કોંફરન્સ સંબોધી જણાવ્યું હતું સાથે જ બીજા આરોપી પવનકુમાર ભૈયાની પણ શોધખોળ હાથ ધરી હોવાનું જણાવ્યું છે હાલ પકડાયેલા આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવી ધરપકડ કરી અને રીમાન્ડ અર્થની તજવીજ હાથ ધરી છે.