Friday, December 6, 2024
HomeGujaratમોરબીના સરતાનપર રોડ પરથી બાળકીનું અપહરણ કરી અજાણ્યાં નરાધમેં દુષ્કર્મ આચરી મોતને...

મોરબીના સરતાનપર રોડ પરથી બાળકીનું અપહરણ કરી અજાણ્યાં નરાધમેં દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી હોવાનો ઘટસ્ફોટ : આરોપી પોલીસના હાથ વેતમાં

સરતાન પર રોડ પર આવેલા મોટો સીરામીક યુનિટમાં રહી મજુરી કામ કરતા શ્રમિક પરિવારની સાત વર્ષની પુત્રી ચાર દિવસ પૂર્વે ગુમ થયા બાદ ગઈકાલે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો જેને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડ્યો હતો જેમાં બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કર્યા હોવાનું બહાર આવતા કલમમાં ઉમેરો કરી ગુનો નોંધાવામાં આવ્યો.

- Advertisement -
- Advertisement -

મોરબીના સરતાનપર રોડ પર આવેલા મોટો સીરામીક યુનિટમાં લેબર ક્વાર્ટરમાં રહી મજૂરી કરતા શ્રમિક પરિવારની સાત વર્ષની બાળકીનું ચાર દિવસ પહેલા કોઇ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાઇ હતી જે બાદ ગઈકાલે સીરામીક યુનિટની બાજુમાં આવેલી અવાવરૂ જગ્યામાંથી ખાડો કરી દાટેલો બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો જેના પગલે મોરબી એસપી એસ આર ઓડેદરા,ડીવાયએસપી રાધિકા ભારાઈ, એલસીબી,એસઓજી, મોરબી તાલુકા સહિતની ટીમનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બાળકીના મૃતદેહ ને પ્રથમ મોરબી સિવિલમાં પીએમ કર્યા બાદ રાજકોટ સિવિલમાં ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો સાથે જ એફએસએલની ટીમે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેનો આજે મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ નરાધમે દુષ્કર્મ કર્યા બાદ હત્યા નિપજાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે ત્યારે મોરબી સર્કલ પીઆઇ ઈમ્તિયાઝ કોઢિયાના જણાવ્યા અનુસાર આ બનાવમાં અપહરણ ના જ ગુનામમાં મેડિકલ રિપોર્ટ ના આધારે હત્યા અને દુષ્કર્મ ની કલમોનો ઉમેરો કરી ગુનો નોંધાયો છે સાથે જ આ નિષ્ઠુર કૃત્ય કરનાર ઇસમની પણ પોલીસે આખી રાત તપાસ શરૂ રાખી હતી જેના પગલે એક શકમંદ વ્યક્તિને પણ પોલીસે રાતે જ હાથવેંતમાં લઈ લીધાનું પોલીસના આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે ત્યારે આગામી સમયમાં જરૂરી પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે જો કે આ નરાધમના આવા નિષ્ઠુર કૃત્યથી ઠેર ઠેરથી આલોચના થઈ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!