Friday, December 27, 2024
HomeNewsMorbiમોરબીની મહિલાને ઘરકામ મામલે ત્રાસ ગુજારી સાસરિયાઓએ ૨ લાખની માંગણી કરી

મોરબીની મહિલાને ઘરકામ મામલે ત્રાસ ગુજારી સાસરિયાઓએ ૨ લાખની માંગણી કરી

મોરબીની મહિલાને અમદાવાદના સાસરિયાઓએ ઘરકામ મામલે ત્રાસ ગુજાર્યો હોય અને પિતા પાસેથી રૂ.૨ લાખ લઇ આવ નહીતર પિયર પાછી જતી રહે તેમ કહી પૈસાની માંગણી કર્યાની ફરિયાદ નોંધાઈ

- Advertisement -
- Advertisement -

મોરબીના રવાપર કેનાલ રોડની રહેવાસી ભૂમીબેન કિશનભાઈ ગઢિયા (ઉ.વ.૨૭) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી પતિ કિશન ધનસુખ ગઢિયા, સાસુ હંસાબેન ધનસુખ ગઢિયા, સસરા ધનસુખ સુંદરજી ગઢિયા, જેઠ રીલેશ અને જેઠાણી ડીમ્પલબેન રહે બધા અમદાવાદ વસ્ત્રાલ વાળાએ અવારનવાર ઘરકામ આવડતું નથી કહીને મ્હેણાં ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હોય અને તારા પિયરમાં જઈને તારા પિતા પાસેથી રૂ ૨ લાખ લઇ આવ નહીતર તારા પિયર પછી જતી રહે કહીને પૈસાની માંગણી કરી હતી તેથી ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી મહિલા પોલીસ સ્ટેશને મહિલાની ફરિયાદને આધારે સાસરિયાઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!