Monday, November 18, 2024
HomeGujaratમોરબીના યુવા એડવોકેટનું હાર્ટ એટેકથી મોત:મોરબી બાર એસોસિયેશનએ કામગીરીથી અલિપ્ત રહી શોક...

મોરબીના યુવા એડવોકેટનું હાર્ટ એટેકથી મોત:મોરબી બાર એસોસિયેશનએ કામગીરીથી અલિપ્ત રહી શોક પાળ્યો

કોરોના બાદ ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનામાં મોટો ઉછાળો આવ્યો છે. મોરબી જ નહીં પરંતુ રાજ્યભરમાં નાની યુવાનીમાં હાર્ટ એટેકના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નાની ઉંમરમાં હાર્ટ એટેકથી લોકોના મોતના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. જે આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે, ત્યારે મોરબીના યુવા એડવોકેટ ભૂપેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના યુવા એડવોકેટ ભૂપેન્દ્રસિંહ જાડેજાનું ગઇકાલે તેઓના નિવાસ સ્થાન ખાતે હૃદય રોગનો હુમલો આવતા અવસાન થયું છે. જેને લઇ મોરબી રાજપૂત સમાજમાં અને મોરબી બાર એસોસયેશનમાં શોકનુ મોજું ફરી વળ્યું છે. તેમજ આ દુઃખની ઘડીએ મોરબી બાર એસોસિયેશન દ્વારા ઠરાવ પસાર કરી આજે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી શોક વ્યક્ત કરવાનો નિર્ણય કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!