સરકારી ખરાબામાં ઓરડીમાં રહેતી મૂળ સુરેન્દ્રનગર જીલ્લાની મહિલા-આરોપીની ધરપકડ
મોરબી એસઓજી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે વાંકાનેર તાલુકાના માટેલ ગામ સીમમાં એડીકોન પેપરમીલ બાજુમાં સરકારી ખરાબામાં આવેલ પાકી ઓરડીમાં દરોડો પાડી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના ૧ કિલોથી વધારેના જથ્થા સાથે મહિલા આરોપીની અટક કરી હતી. દરોડા દરમિયાન પકડાયેલ મહિલા આરોપી તથા તપાસમાં અન્ય આરોપીના નામ ખુલ્લે તેના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબી એસઓજી પોલીસ ટીમના હેડ કોન્સે. જુવાનસિંહ રાણાને બાતમી મળેલ કે વાંકાનેર તાલુકાના માટેલ ગામની સરકડીયા નામથી ઓળખાતી સીમમાં એડીકોન પેપરમીલ બાજુમાં આવેલ સરકારી ખરાબામાં મહિલા ગાંજો રાખી તેનું છૂટક વેચાણ કરતી હોવાની ચોક્કસ મળેલ બાતમીને આધારે રેઇડ કરતા મોરબી એસઓજી પોલીસે સરકારી ખરાબામાં આવેલ ઓરડીમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો ૧ કિલો ૫૬૪ ગ્રામના જથ્થો કિ.રૂ.૧૫,૬૪૦/-સાથે મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના રાપર ગામની રહેવાસી હાલ માટેલ ગામે સરકારી ખરાબામાં રહેતી આરોપી વસનબેન કરમશીભાઇ ઉર્ફે કલાભાઇ ભગવાનભાઇ સારલા ઉવ.૬૦ને ઝડપી લઇ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.