Thursday, August 6, 2026
HomeGujaratમોરબીમાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ, કારીગરોને વ્યાજ સહાય યોજનાનો લાભ

મોરબીમાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ, કારીગરોને વ્યાજ સહાય યોજનાનો લાભ

‘દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના’ હેઠળ કુટીર ઉદ્યોગના કારીગરોને ધંધાના વિકાસ, મશીનરી અને કાચા માલની ખરીદી માટે રૂ. ૧ લાખ સુધીની સરળ ધિરાણ સહાય ઉપલબ્ધ.

- Advertisement -
- Advertisement -

૭ ટકા વ્યાજ સહાય અને ૨૦% થી ૨૫% સુધી માર્જિનમની સહાય પૂરી પાડી કારીગરોને આત્મનિર્ભર બનાવી રહી છે સરકારની કલ્યાણકારી યોજના.

મોરબી: સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ ક્ષેત્રને વેગ આપવા તથા રાજ્યના પરંપરાગત કળા સાથે જોડાયેલા કારીગરોને આર્થિક રીતે સક્ષમ બનાવવાના આશયથી ‘દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. મોરબી જીલ્લામાં સ્થાનિક કારીગરોને પ્રોત્સાહિત કરવા ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે, જે જીલ્લાના કારીગરો માટે સ્વરોજગારી અને આત્મનિર્ભરતા તરફનું એક મહત્વપૂર્ણ કદમ સાબિત થયું છે.

આ યોજના હેઠળ ૧૮ થી ૬૫ વર્ષની વયજૂથ ધરાવતા અને આર્ટીઝન કાર્ડ ધરાવતા હસ્તકળા તથા હાથસાળના કારીગરોને રૂ. ૧ લાખની મહત્તમ મર્યાદામાં લોન પૂરી પાડવામાં આવે છે. બેંક દ્વારા મંજૂર કરાયેલી લોન પર સામાન્ય વર્ગના પુરુષ લાભાર્થીઓને ૨૦% તથા મહિલાઓ, અનામત કેટેગરી અને ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા કારીગરોને ૨૫% માર્જિનમની સહાય ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત, નિયમિત હપ્તા ભરપાઈ કરનાર લાભાર્થીને ૭ ટકાના દરે મહત્તમ ૩ વર્ષ સુધી વ્યાજ સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. શરતોને આધીન આ યોજનાનો લાભ મહત્તમ ૩ વખત મેળવી શકાય છે.

રાષ્ટ્રીયકૃત, ગ્રામીણ, સહકારી તથા ખાનગી બેંકો મારફતે પૂરા પાડવામાં આવતા આ ધિરાણને ૧૨ થી ૩૬ માસિક હપ્તામાં પરત ભરપાઈ કરવાનું રહે છે. આ યોજના માટે કોઈ આવકમર્યાદા નથી. યોજનાનો લાભ મેળવવા માટે ઈચ્છુક કારીગરોએ નિયત પોર્ટલ (www.cottage.gujarat.gov.in) પરથી અરજી ડાઉનલોડ કરી આર્ટીઝન કાર્ડ અને જરૂરી આધાર-પુરાવા સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC) ખાતે અરજી કરવાની રહેશે.

આ અરજી સાથે જરૂરી દસ્તાવેજ પાસપોર્ટ સાઈઝનો ફોટો,આધારકાર્ડ/ ચુંટણી કાર્ડ/આર્ટીઝન કાર્ડ /જન્મ નોંધણી પ્રમાણપત્ર/જાતિનું અધિકૃત પ્રમાણપત્ર(અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે)/ શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર(પરીક્ષા પાસ કરેલ હોય તેની માર્કશીટ) /દિવ્યાંગતા અને સિવિલ સર્જન/ પ્રમાણપત્ર સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર તાલીમ/ અનુભવનું પ્રમાણપત્ર સૂચિત ધંધા સ્થળોનું આધાર પુરાવો(ભાળા ચિઠ્ઠી/ભાડા કરાર /મકાન વેરાની પહોંચ/ જેની મિલકત હોય તેના મિલકત માલિક નો સંમતિ પત્ર)/ વીજળી વપરાશ કરવાની હોય તો તેનો પુરાવો

કારીગરોને પોતાના ચાલુ ધંધાના વિકાસ કે નવા સાધન-ઓજારો અને કાચા માલની ખરીદી માટે આર્થિક બળ પૂરું પાડતી આ યોજનાનો મહત્તમ લાભ લેવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!