મોરબી એલ.સી.બી. ટીમે માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે કોળીવાસમાં જુગાર રમતા મકાન માલિક સહિત સત્તર આરોપીઓને રોકડા રૂપીયા 3,24,500ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે જેમાં એલ.સી.બી.ને ખાનગી રાહે હકિકત મળી હતી કે સુરેશભાઇ રામજીભાઇ (રહે. મોટા દહીસરા, તા.માળીયા મી., જી.મોરબી) પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી જુગારધામ ચલાવી રહ્યો છે જેના આધારે તેના મકાનમાં એલસીબી ટીમે દરોડો પાડતા એ દરમિયાન સુરેશભાઇ રામજીભાઇ ધંધુકીયા, રાજેશભાઇ જેઠાભાઇ ડાંગર, કર્મરાજસિંહ મંગળસિંહ ઝાલા, ઉમેશભાઇ વજુભાઇ રતન, યશવંતગીરી કૈલાશગીરી ગૌસ્વામી, અશોકભાઇ કાનજીભાઇ ધંધુકીયા, વિનોદભાઇ શામજીભાઇ ધંધુકીયા, હિતેષગર જયંતિગર ગોસાઇ, સંજયભાઇ ચંદુભાઇ ભટ્ટી, સંજયભાઇ પ્રેમજીભાઇ ઇન્દ્રરીયા, વિક્રાંતસિંહ ગજેન્દ્રસિંહ પરમાર, મહેશભાઇ પ્રેમજીભાઇ ઇન્દ્રરીયા, જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા, હરખાભાઇ પ્રભુભાઇ અગેચણીયા, બાલુભા ભીખુભા જાડેજા, શબ્બીરભાઇ જાકુભાઇ પરીઠ તથા મયુરસિંહ વેલુભા જાડેજા સામે કાર્યવાહી કરવામાં આવેલ છે.સોળ ઇસમોને રોકડા રૂ.૩,૨૪,૫૦૦ ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા અને માળીયા મિયાણા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી