માળીયા(મી.)માં માતા પુત્રની બેવડી હત્યાનો બનાવ બન્યો છે જેમાં ભેંસ ચરાવવા બાબતે માળીયા(મી) માં હબીબ ઇસા મોવર અને ઝરીના ઇશા મોવર (ઉ.વ.આશરે ૪૫) ની છરી ના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી જેમાં માળીયા મી.પીએસઆઈ બી ડી જાડેજા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં આ હત્યા ને અંજામ આપનાર શાહરુખ યુસુફભાઈ મોવર હોવાનું ખુલતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે જેમાં માળીયા પીએસઆઈ બી ડી જાડેજાની ટીમના આરોપી હાથવેંતમાં હોવાનું સૂત્રો માંથી જાણવા મળ્યું છે વધુમાં આરોપી મૃતક ના કૌટુંબિક સગો થતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.