Wednesday, November 20, 2024
HomeGujaratરફાળેશ્વર ખાતે કારખાનામાંથી થયેલ દશ લાખની કિંમતના મુદામાલની ચોરીનો ભેદ ઉકેલાયો:બે ઝબ્બે

રફાળેશ્વર ખાતે કારખાનામાંથી થયેલ દશ લાખની કિંમતના મુદામાલની ચોરીનો ભેદ ઉકેલાયો:બે ઝબ્બે

મોરબી તાલુકાના રફાળેશ્વર ખાતે કારખાનામાં થયેલ દશ લાખની ઘરફોડ ચોરીનો પોલીસે ગણતરીના દિવસમાં ભેદ ઉકેલી નાખી ચોરાઉ મુદામાલ સાથે બે આરોપીઓને દબોચી લીધા છે.

- Advertisement -
- Advertisement -

રફાળેશ્વર ખાતે આવેલ દરીયાલાલ હોટલ પાછળના ક્રિષ્ના વોલ એન્ડ ગ્લેજ ટાઇલ્સના કારખાનામાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જે સિરામીક કારખાનામાં પ્રેસ મશીનમાં ઉપયોગ થતા ૧૦ ઇલેકટ્રીક પ્રેસકાર્ડ પૈકી ૦૨ પ્રેસકાર્ડ લઇ બે ઇસમો એક મોટર સાયકલ નં . GJ – 03 – S – 8037 માં લઇ વેચવા જવાના હોવાની અને ત્રાજપર ચોકડીથી પસાર થવાના હોય તેવી પોલીસને બાતમી મળી હતી. જેને પગલે પોલીસે મોરબી તાલુકાના ત્રાજપર ચોકડી પાસે વોચ ગોઠવી હતી આ દરમ્યાન મોટર સાયકલમાં બે ઇસમો પસાર થતા તેને રોકી તેઓની ઝડતી તપાસ કરતા બે શંકાસ્પદ પ્રેસકાર્ડ ઝડપાયા હતા. જેથી પોલીસે આકરી પૂછપરછ કરતા આરોપી ભાવેશ વિરમભાઇ પુછડીયા (ઉ.વ.૨૪, રહે . હાલ – ગુ.હા.બોર્ડ , ઋષિકેશ વિદ્યાલય સામે મોરબી) અને નિલેશ લાખાભાઇ કારેણા (રહે.ગુ.હ.બોર્ડ , સામાકાંઠે, મોરબી)એ ચોરીની કબુલાત આપી હતી.ત્યારબાદ પોલીસે બને ઇસમો પાસેથી સિરામીક કારખાનામાં પ્રેસ મશીનમાં ઉપયોગ થતા પેસકાર્ડ નંગ -૧૦ કિં.રૂ .૧૦,૦૦,૦૦૦ તથા એક હિરો હોન્ડા કંપનીના સ્પ્લેન્ડર મોટર સાયકલ કિં રૂ .૧૦,૦૦૦, બે મોબાઇલ ફોન કિ.રૂ .૧૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૧૦,૨૦,૦૦૦ નો મુદ્દામાલ રીકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!