Tuesday, April 23, 2024
HomeGujaratટંકારાની લજાઈ ચોકડી નજીક બિયરના ટીન સાથે બાઈકચાલક ઝડપાયો

ટંકારાની લજાઈ ચોકડી નજીક બિયરના ટીન સાથે બાઈકચાલક ઝડપાયો

ટંકારાની લજાઈ ચોકડી નજીક વિદેશી દારૂના જથ્થા સાથે એક્સેસ બાઈક લઇ નીકળેલ શખ્સને પોલીસે પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

આ અંગે ટંકારા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર લજાઈ ચોકડી નજીકથી નંબર પ્લેટ વગર શંકાસ્પદ હાલતમાં પાસર થતા સુઝુકી કંપનીના એકસેસ બાઈક ચાલકને પોલીસે અટકાવી તલાશી લીધી હતી.આ દરમિયાન એક્સેસમાથી કિંગ ફિસર કંપનીના બે હજારની કિંમતના બિયરના 20 ટીન ઝડપાયા હતા.જેને લઈને પોલીસે આરોપી વસીમ ઉર્ફે ભાણો અજીતભાઇ સાંઝી (ઉ.વ- ૨૧ રહે- ટંકારા સરકારી હોસ્પીટલ પાસે તા- ટંકારા જી)ને ઝડપી લીધો હતો.જેની પૂછપરછ દરમિયાન આ જથ્થો આરોપી દીપક બુધ્ધદેવ (રહે-મોરબી) પાસેથી મેળવ્યો હોવાનું ખુલતા પોલીસે બન્ને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!