મોરબીમાં પંચાસર રોડ પર ગત રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં એક વ્યક્તિને મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જેમાં આ વ્યક્તિને પ્રાથમિક સારવાર મળે એ પહેલાં જ મોત નીપજ્યું હતું સાથે જ પેટ અને છાતીના ભાગે તીક્ષણ હથિયાર નો ઘા જોવા મળ્યો હતો બનાવની જાણ થતાં જ ડીવાયએસપી રાધિકા ભારાઈ અને એ ડિવિઝન પીઆઇ જે એમ આલ સહિતનો પોલીસ કાફલો સીવીલ હોસ્પિટલ પહોંચી ગયો હતો અને ડીવાયએસપી રાધિકા ભરાઈએ પ્રાથમિક તપાસ કરતા આ વ્યક્તિનું નામ નવઘણ હરેશભાઇ અજાણા રહે ભગવતી પરા વાવડી રોડ મોરબી વાળા હોવાનું માલુમ પડ્યું હતુ.
જો કે શરીર પર નિશાન જોઈને આ વ્યક્તિનું હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં શક્યતાઓ સેવાઇ રહી હતી ત્યારે ડીવાયએસપી રાધિકા ભારાઈ ની ઝીણવટભરી તપાસમાં આ વ્યક્તિને તેનો ભાઈ જ સિવિલ હોસ્પિટલ રોડ પરથી જતી ઈકોને રોકીને લાવ્યો હોવાનું જણાવ્યું હતું મૃતક અને તેનો ભાઈ બન્ને મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે ત્યારે પોલીસે મૃતક નવઘણ અજાણા ની હત્યા માં તેના ભત્રીજા મનુભાઈ પાચાભાઈ અજાણાએ મોહસીન ઉર્ફે ગજની કરીમ ભાઈ પિંજારા રહે ઘાચીં શેરી પંચાસર રોડ મોરબી વાળા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે તેના ભત્રીજા નવઘણ હરેશભાઇ અજાણાએ મોહસીન ઉર્ફે ગજની ને બિભત્સ ગાળો અને અપશબ્દો બોલવાની ના પાડતાં મોહસીન ઉર્ફે ગજની પિંજારા ઉશ્કેરાઈ ગયો હતો અને તેના ભત્રીજા ઓર છરી થી હુમલો કર્યો હતો જેમાં સારવાર મળે એ પહેલાં જ નવઘણ નું મોત નિપજ્યું હતું આ બનાવમાં પોલીસે મોહસીન ઉર્ફે ગજની કરીમભાઈ પીંજારા સામે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે એ આ બનાવની વધુ તપાસ એ ડિવિઝન પીઆઇ જે એમ આલ દ્વારા હાથ ધરાઈ છે.